Monday, September 9, 2024
HomeGujaratમોરબી જિલ્લાના 105 પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં...

મોરબી જિલ્લાના 105 પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના 105 પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.

આ 105 પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ-1 અને 2, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના 2 કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની 250 મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી.કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુંતાસી  થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા માર્કેટ-મોરબી, બસ સ્ટેશન-મોરબી, રેલ્વે સ્ટેશન-મોરબી, સીવીલ હોસ્પીટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈંટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ 1 અને 2, બ્રાહ્મણી ડેમ-1 અને 2, તેમજ બંગાવડી ડેમના 100 મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર 50 મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામું  તારીખ:-30/09/2024 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW