વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજે અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIRના ઉપયોગથી સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા કુલ 7 ફોન શોધી કાઢી અરજદારોને પરત આપ્યા છે.જેમાં વાંકાનેરના એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. એલ.એ.ભરગા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા CEIR એપ્લિકેશનનો ઉપયોગ કરી આમ જનતાના ખોવાયેલા મોબાઈલની જરૂરી વિગત મેળવી એપ્લિકેશનમાં અપડેટ કરી અને એપ્લિકેશનનું રોજે રોજનું અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ખોવાયેલા કુલ 7 મોબાઈલ ફોન કિંમત રૂ.- 1,76,649ના શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર વાંકાનેર તાલુકા પોલીસે સાર્થક કર્યું.

