HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

1 ) ટંકારા ગામે જુગારના પતા ચીપતા ત્રણ શખ્સો ઝડપાયા

ટંકારા ગામે મોરબીનાકા પાસે દેવીપુજકવાસમાં પોલીસે બાતમીના આધારે રેડ મારતા તે સ્થળેથી તીનપતીનો જુગાર રમતા કિરણભાઈ પ્રભાતભાઈ કુંઢીયા, નાથાભાઈ ગોવિંદભાઈ કુંઢીયા અને તુલસીભાઈ ગોરધનભાઈ કુંઢીયા નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.- 11,700નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ટંકારા પોલીસે તે ત્રણ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2) મોરબીના મહારાણા સર્કલ નજીક વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા સર્કલ નજીક વર્લી ફીચરનો જુગાર રમતો મનોજભાઈ ઉર્ફે નાનુ ખીમજીભાઈ રાઠોડ ને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રોકડ રૂ.- 2,360 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી છે.

(3) મોરબીના થોરાળા પાટિયા પાસે દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના રાજપર ચાચાપર રોડ થોરાળાના પાટીયે નાલા નીચે બાતમીના આધારે પોલીસે રેડ મારતા દેશી દારૂ સાથે કાદર પીરમામદ કટીયાને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી દેશી દારૂના જથ્થા સહીત કુલ રૂ.- 6,090 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસની રેડ દરમિયાન સીદીક પીરમામદ કટીયા નામના શખ્સની હાજરી નહિ મળતા પોલીસે તે શખ્સને ફરાર દર્શાવી તે બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ પોલીસે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

(4) મોરબીના પીપળીયા ગામે જુના ઝઘડાનો ખાર રાખી સગા મોટાભાઈએ નાના ભાઈ પર છરી વડે હુમલો કર્યો

મોરબી તાલુકાનાં જુના પીપળીયા ગામે રહેતા અને ગામમાં અનાજ દળવાની ઘંટી ચલાવતા ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજાએ ગઈકાલે રાતના આઠ વાગ્યે વિપુલભાઈના ઘરે હોય તે દરમિયાન ફરીયાદી ગોવિંદસિંહના આરોપી એવા સગા મોટાભાઇ મહિપતસિંહ નરવીરસિંહ જાડેજાએ તે સ્થળે આવી પહોચ્યા હતા. તેમના ભાઈએ અગાઉ તેમના પુત્ર સાથે થયેલ ઝઘડામાં ફરિયાદ કરી હોય અને જુના કેશો ચાલતા હોય, જેમાં સમાધાન કરવાનું કહી છરી વડે હુમલો કરી ડાબા હાથમાં તથા ડોક ઉપર છરીના ઘા ઝીકી દેતા ગોવિંદસિંહને ગંભીર ઈજા પહોચી હતી. આ બનાવ અંગે ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજાએ તેના મોટાભાઈ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદની નોધ કરાવી છે. પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW