મોરબી શહેરમાં આવેલા પંચાસર ચોકડી થી દલવાડી સર્કલ અને અવની ચોકડી સુધી ના રોડ પર આવેલી 40 થી વધુ સોસાયટીઓમાં તેમજ મોરબી તાલુકાના 30 ગામમાં પીવાનું પૂરૂ પાડતી GWILની મુખ્ય લાઈનમાંથી અપૂરતા પ્રમાણમાં પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી આ બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પાલિકા અને પાણી પુરવઠા કચેરીમાં રજૂઆતો કરવામાં આવી હતી. જોકે અનેક રજુઆત બાદ સમસ્યા નો ઉકેલ ન આવતા. અંતે સ્થાનિકો મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજુઆત કરવા પહોંચ્યા હતા લોકોની પાણીની જરૂરિયાત પૂર્ણ ન થતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અંગત રસ લઇ સ્થળ પર તપાસ કરી હતી.
તેમજ સ્થાનિક તંત્રના અધિકારી તેમજ ટેકનિકલ ટીમને સાથે રાખી તપાસ કરતા પાણીની લાઈનમાં ૨૫ નંબરનો વાલ્વ અત્યંત જૂનો અને બગડી ગયેલ હોવાથી પાણી પૂરતું જતું ન હોવાથી ધારાસભ્યની સૂચના બાદ પાણી પુરવઠા તંત્ર દ્વારા તાત્કાલિક ખરાબ વાલ્વ ને રિપેર કરવામાં આવ્યો હતો જેથી આં પાણીની લાઇનમાં આવત્તી૪૦ જેટલી નાની મોટી સોસાયટીમાં પાણીની સમસ્યા હલ થઇ શકી હતી.ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોક પ્રશ્ન બાબતે દાખવેલી સક્રિયતાને કારણે સોસાયટી ના લોકોએ તેનો આભાર વ્યક્ત કર્યો હતો