માળિયા મિયાણા તાલુકના વેણાંસર ગામમાં રહેતો અશોક જીલુભાઈ કુંવરિયાતેનો ભાઈ રણજીત તેમજ તેનો મિત્રપ્રકાશ કાનાભાઈ લોલાડીયા સહિતના લોકો ભેગા થઇ ઘોડાધ્રોઈ નદીમાં માછીમારી કરવા ગયા હતા અને ત્યાંથી મચ્છી અને ભાતની મિજબાની માણી રહ્યા હતા. તે દરમિયાન સુનીલ લાભુભાઈ કોરડીયા નામનો યુવક પણ આવી ગયો હતો. જોકે તેને જમવા બેસાડ્યો હતો જોકે આ દરમિયાન મિત્રો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થવા લાગ્યો હતો અને આ દરમિયાન સુનીલ નામના શખ્સે જીજે ૧૭ એન ૪૪૯૫ નંબરની કાર પ્રકાશ એ રણજીત પર ચઢાવી દીધી હતી રણજીતને પગમાં ગંભીર ઈજા પહોચી હતી. જયારે પ્રકાશ પર કાર નું વ્હીલ ફરી વળતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવમાં માળિયા મિયાણા પોલીસ મથકમાં નોધાયેલા ફરિયાદ આધારે પોલીસે જેતે સમયે આરોપી સંદીપ કોરડીયા અને સુનીલ કોરડીયાને ઝડપી લીધો હતો અને જેલ હવાલે કર્યા હતા ચાર્જ સીટ ફાઈલ થયા બાદ કેસ મોરબી સેકન્ડ એડીશ્નલ સેસન્સ કોર્ટમાં તબદીલ થયો હતો. જેમાં સરકારી વકીલ સંજય દવે એ ફરીયાદી વતી દલીલ કરી હતી જેમાં 9 મૌખિક પુરાવા અને 42 મૌખિક પુરાવા રજુ કર્યા હતા. બન્ને પક્ષની દલીલો આધારે કોર્ટે આરોપી સુનીલને આજીવન કેદ ફટકારી હતી, જયારે અન્ય એક આરોપી સંદીપને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકયો હતો.