કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવાર બેંક સુધી પહોચે અને સરકારની વિવિધ યોજનાનો લાભ સીધો તેમના ખાતામાં મળે તે અંતે જનધન યોજના શરૂ કરી હતી અને તેના થકી કરોડો લોકોના બેંક ખાતા ખુલ્યા હતા જોકે આ ખાતા લાંબા સમય સુધી મેન્ટેન થયા નથી ખાસ કરીને સરકારી બેન્ક દ્વારા મીનીમમ બેલેન્સ મેન્ટેન કરવા માટે શરતો મૂકી હતી તે જોવા મળી હતી નથી દેશની સરકારી બેંકોએ છેલ્લા 5 વર્ષમાં મીનીમમ બેલેન્સ મેન્ટેઇન ન કરતા ખાતા ધારકો પાસેથી તગડી પેનલ્ટી વસુલ કરી છે 5 વર્ષમાં દેશની સરકારી બેન્કોએ મીનીમમ બેલેન્સ મેન્ટેનના ના નામે રૂ 8498 કરોડ જેટલી માતબર રકમ ખાતા ધારકો પાસેથી વસુલ કરી છે
આ વિગત તાજેતરમાં લોકસભા પુછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય કક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરી દ્વારા સંસદમાં લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે દેશની અલગ અલગ સરકારી બેંકો એ છેલ્લા 5 વર્ષમાં 8498 કરોડ મીનીમમ બેલેન્સ મેન્ટેન ન કરનાર ખાતા ધારક પાસેથી પેનલ્ટી રૂપે વસુલ કરી છે વર્ષ મુજબ જોઈએ તો વર્ષ 2019 -20 ના વર્ષમાં આ રકમ 1737.65 કરોડ હતી તો વર્ષ 2020 -21 ના વર્ષમાં 1142 .13 કરોડ વર્ષ 2021 -22ના વર્ષમાં 1428 .53 કરોડ વર્ષ 2022-23ના વર્ષમાં 1855.43 કરોડ તેમજ છેલ્લે વર્ષ 2023 -24 ના નાણાકીય વર્ષમાં 2331.08 કરોડ જેટલી રકમ વસુલ કરી છે
બેંક મુજબ જોઈએ તો,