(1) મોરબીના ત્રાજપરમાં પાંચ મહિલા જુગારીઓ રૂ.- 3,670 ના મુદામાલ સાથે ઝડપાઇ
મોરબીના ત્રાજપરમાં પોલીસે બાતમીના આધારે રેડ મારતા તે શ્થળેથી દિવુબેન કરમસિંહ કળાન્દ્રા, વર્ષાબેન વિરમભાઇ પનારા, અવનીબેન રવિભાઈ વરાણીયા, રૂપીબેન રમેશભાઈ વરાણીયા અને શારદાબેન કાંતિલાલ પાડાલીયા નામની પાંચ મહિલા શખ્સને પોલીસે ઝડપી લીધી હતી.તે મહિલાઓ પાસેથી કુલ રૂ.- 3,670 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે તે પાંચ મહિલા વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2)માળિયાના મોટા દહીંસરા ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
માળિયાના મોટા દહીંસરા ગામે કરસણા મેલડી માતાજીના મંદિરમાં કરણભાઇ વિનોદભાઇ મિયાત્રા નામના યુવાને ગત તા.-27/07/2024 ના રોજ કોઇ કારણસર ગળેફાંસો ખાઇ લીધો હતો.જે બાદ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે એને ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના ડો.એ. જોય તપાસી મરણ જાહેર કરતા માળીયા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
(3) ટંકારાની લતીપર ચોકડીએ યુવાનને ઝેરી જીવજંતુ કરડી જતા મોત નીપજ્યું
ટંકારાની લતીપર ચોકડીએ શક્તિ ટ્રાન્સપોર્ટ પાસે રહેતા મૂળ બિહારના વતની મહમદકુર્શીદ મહમદયુસુફ ઉ.34 નામના યુવાનને ગઈકાલે સાંજના સમયે ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા બાદ મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.