HomeGujaratવાંકાનેરના મેસરિયા ગામે રેતીની ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પરો સીઝ કરાયા

વાંકાનેરના મેસરિયા ગામે રેતીની ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પરો સીઝ કરાયા

મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ચેકિંગ કામગીરી કરતા ત્યાંથી સાદી રેતીની ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પર વાહન ઝડપી લઈ ખનીજ ચોરી મામલે કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ આજ રોજ તા. 30/07/24 નાં વહેલી સવારના સમયે ભુસ્તરશાત્રી મોરબી જે એસ વાઢેરની સૂચનાથી તેમની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને માઇન્સ સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા  મેસરીયા તા. વાંકાનેર ખાતે આકસ્મિક રોડ ચેકિંગ કરતાં ત્રણ ડમ્પર અનુક્રમે (1) GJ13AW6451 (2) GJ03 BZ4549 (3) GJ03BV6748 નંબરો વાળા ડમ્પરોને  સાદી રેતી ખનીજનાં રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડી સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW