વાંકાનેર તાલુકામાં ત્રણ વર્ષની સરેરાશ કરતા પણ વધુ વાવેતર કામગીરી પૂર્ણ,
ચાલુ વર્ષે મેઘરાજાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં મન મુકીને વરસ્યા છે. દ્વારકા પોરબંદર જુનાગઢ જિલ્લામાં થયેલા ભારે વરસાદે ખેડૂતોને મોટા પાયે નુકશાન પહોચાડ્યું હોય તેવી સ્થિતિ બની છે. જોકે, મોરબી જિલ્લામાં ચોમાસાની શરુઆતથી છુટા છવાયા ઝાપટાથી લઇ મધ્યમ પ્રકારનો વરસાદ થયો છે. જે ચોમાસું પાક માટે ખુબ અનુકુળ રહેતા જિલ્લામાં ચોમાસું પાકનું ખુબ સારું વાવેતર થયું છે. જિલ્લાના કેટલાક ગામડાઓને બાદ કરતા અત્યાર સુધીમાં ખુબ સારો રહ્યો છે અને તેના કારણે ખેડૂતો પણ હોશે હોશે વાવેતર કર્યું હતું.
મોરબી જિલ્લામાં આજદિન સુધીમાં લગભગ 295090 હેકટરમાં વાવેતર કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે, જે જિલ્લાના કુલ વાવેતર વિસ્તારની 90 ટકા જેટલી છે. તાલુકા મુજબ વાવેતર જોઈએ તો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી વધુ વાવેતર મોરબી તાલુકાનું છે. મોરબી તાલુકામાં 77,230 હેક્ટર છે. જે ત્રણ વર્ષની સરેરાશ ના 84 ટકા જેટલુ વાવેતર છે. તો વાંકાનેર તાલુકામાં ત્રણ વર્ષની સરેરાશ કરતા પણ વધારે વાવેતર છે. વાંકાનેરમાં છેલા ત્રણ વર્ષનું વાવેતર 55865 હેક્ટર હતું. જોકે આ વર્ષે 57,629 હેક્ટર વાવેતરમાં વાવેતર પૂર્ણ થયું છે. ત્રણ વર્ષની સરેરાશ મુજબ જોઈએ તો વાંકાનેરમાં 103 ટકા જેટલું વાવેતર કામ પૂર્ણ થઇ ગયું છે.અન્ય તાલુકાની સ્થિતિ જોઈએ તો હળવદ તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષનું કુલ સરેરાશ વાવેતર 80,954 છે જેની સામે 74,582 જેટલું વાવેતર થયું છે. જે કુલ ટકાવારીના 92 ટકા જેટલું થયું છે. માળિયા 48,160 હેક્ટર સરેરાશ સામે 45199 હેકટરમાં ખેડૂતોએ વાવણી કામગીરી આટોપી લીધી છે. ટંકારા તાલુકાની વાત કરીએ તો ટંકારામાં 41,632 હેક્ટરની સરેરાશ વાવેતર સ્થિતિ સામે 40,450 હેકટરમાં વાવેતર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ મોરબી જીલ્લામાં ત્રણ વર્ષની સરેરાશ 314 870 હેક્ટર વાવેતર સામે 295090 હેક્ટરમાં વાવેતર કામગીરી પૂર્ણ થઇ જતા કુલ વાવેતર 93 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે.
જિલ્લામાં સૌથી વધુ 197 300 હેકટરમાં કપાસનું વાવેતર થયું
જિલ્લાના વિવિધ પાકની સ્થિતિ જોઈએ તો કપાસ પાક નું કુલ 197300 હેક્ટર વાવેતર થયું છે. જે અન્ય પાકની સરખામણી એ સૌથી વધુ છે. 69378 હેકટરમાં મગફળીનું વાવેતર છે આ ઉપરાંત 22 50 હેકટરમાં અજમો, 1871 હેકટરમાં શાકભાજી, 1486 હેકટરમાં તુવેર, 12 34 હેક્ટરમાં સોયાબીન, 939 હેકટરમાં તલ, 875 હેકટરમાં અડદ, 583 હેક્ટરમાં અડદ, 583 હેકટરમાં મગ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

