HomeGujaratવાંકાનેરના રાતી દેવડીથી નેશનલ હાઈવેને જોડતો બ્રિજ થયો ક્ષતિગ્રસ્ત પિલર અડધું ફૂટ...

વાંકાનેરના રાતી દેવડીથી નેશનલ હાઈવેને જોડતો બ્રિજ થયો ક્ષતિગ્રસ્ત પિલર અડધું ફૂટ બેસી ગયો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા રાતી દેવડી ગામથી નેશનલ હાઈવેને જોડતો ૨૨ વર્ષ જુનો બ્રીજના એક પિલર ક્ષતિ ગ્રસ્ત થયો હતો જેના કારણે બ્રીજનો વચ્ચેનો ભાગ અડધો ફૂટ જેટલો નમી ગયો હતો ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ તેમજ મોરબી માર્ગ મકાન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક બ્રીજનું ઇન્સ્પેકશન કર્યું હતું અને બ્રીજમાં વાહન અવર જવર જોખમી જણાતા તાત્કાલિક વાહનોની અવર જવર અટકાવી દેવામાં આવી હતી તેમજ બ્રિજનો કેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત થયો છે અને કયા કારણોસર આ બન્યું છે તે અંગે તપાસ હાથ ધરી હતી
પ્રાથમિક માહિતી મુજબ બ્રીજ 22 વર્ષ જુનો હોય અને દીવસ દરમિયાન હેવી વ્હીકલ તેમજ ખનીજ ચોરી કરીને ઓવર લોડ ખનીજ ભરીને નીકળતા ટ્રકના કારને નુકશાન થવા અંગેની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે,જોકે સાચું કારણ માર્ગ મકાન વિભાગ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ સામે આવી શકે છે હાલ આ રોડ પર વાહનોની અવર જવર બંધ કરી વાંકાનેર તરફ જતા માર્ગ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW