મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે શિવમ હાઇટ્સ નામના બિલ્ડીંગમાં કામ કરતા અને મહેન્દ્ર નગરના મિલન પાર્કમાં રહેતા જયકુમાર રાધેલાલ યાદવ ઉ.39 નામનો શ્રમિક ગત તા.22/07 ના રોજ શિવમ હાઇટ્સમાં કામ કરતા હોય ત્યારે ઇટ માથે પડતા તેને ઇજા પહોંચતા પ્રથમ મોરબીની શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ જયકુમારનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.