HomeGujaratમોરબીની જૂની RTO કચેરી પાસે આવેલ મચ્છુ નદીમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબીની જૂની RTO કચેરી પાસે આવેલ મચ્છુ નદીમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબી – કંડલા બાયપાસ પાસે ધરમપુર ગામની સીમમાં જુની આર.ટી.ઓ.કચેરીની બાજુમાં મચ્છુ નદીમાં ગણેશ વિસર્જનની જગ્યાએ ગઈકાલે મોરબી બાયપાસ, સત્કાર પાર્ટી પ્લોટની સામે, અંજલી એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ નરભેરામભાઈ આદ્રોજા ઉ.વ.34 પાણીમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ડો. જી એલ કાલરીયાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા, પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW