ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા
વાંકાનેર તાલુકાના મેસરિયા સહકારી મંડળીની આજે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ ઉપ પ્રમુખ ના પદ માટે મતદાન થયું હતું. જેમાં બન્ને પક્ષના 7-7 મત પડ્યા હતા. જેથી પ્રમુખ પદ માટે એક પક્ષ દ્વારા સામેના પક્ષના લોબિંગ કરી પોતાના તરફ ખેચવાનો પ્રયાસ કરતા સામેનો પક્ષ ગુસ્સે ભરાયો હતો અને ઝઘડો થતા એક બીજા સાથે મારામારી કરવા લાગતા મેસરિયા સહકારી જુથની ચૂંટણી હિંસક બની હતી. ઘટનામાં અશ્વિનભાઈ ધીરુભાઈ રાઠોડ અને કેશાભાઇ નામના બે વ્યક્તિને ઈજા પહોચી હતી. જેથી તેઓને પ્રથમ વાંકાનેર સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક કારને પણ સળગાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

