રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા તાલુકા કક્ષાના યુવા ઉત્સવ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો વર્ષ 2024-25 માટે સ્પર્ધામાં ભાગ લેવા તા. 31/07/2024 સુધી ફોર્મ ભરી શકશે.
આ સ્પર્ધામાં 15 વર્ષથી ઉપર અને 20 વર્ષ સુધીના વિભાગ ‘અ’ (31/12/2004 થી 31/12/2009 વચ્ચે જન્મેલા), 20 વર્ષથી ઉપર અને 29 વર્ષ સુધીના વિભાગ ‘બ’ (31/12/1995 થી 30/12/2004 વચ્ચે જન્મેલા) તથા 15 વર્ષ થી ઉપરના અને 29 વર્ષ /સુધીના ‘ખુલ્લા’ વિભાગમાં (31/12/1995 થી 31/12/2009 વચ્ચે જન્મેલા) ભાગ લઇ શકશે.
આ સ્પર્ધામાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય – હિંદુસ્તાની, ભરતનાટ્યમ, તથા કથ્થક આમ કુલ 9 સ્પર્ધાઓ ‘અ’ તથા ‘બ’ બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઇ, લગ્નગીત, આમ કુલ 5 સ્પર્ધાઓ માત્ર ‘બ’ વિભાગ માટે યોજાશે. જ્યારે, લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોકગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત – કર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શિઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, એમ 19 સ્પર્ધાઓ ‘ખુલ્લા’ વિભાગમાં યોજાશે.
તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા, રાજ્ય કક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા:- 31/07/2024 સુધીમાં કચેરીના કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. 236/257, 2જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-2, 36 ખાતે જમાં કરવાના રહેશે. તા:- 31/07/2024 પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

