વાંકાનેરના ભેરડા ગામની સીમમાં હમીરભાઈ અમરશીભાઈની પથ્થરની ખાણ પાસે આવેલ તેની ઓરડીમાં રહેતા મૂળ યુપીના વતની વીરેન્દ્ર ઉમાશંકર યાદવ ઉ.35 નામનો યુવાન ગઈકાલે ખાણ નજીક ઓરડી પાસે ઉભો હતો, ત્યારે આકાશી વીજળી પડવાના કારણે આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

