વાંકાનેરમાં એલસીબી ટીમે બાતમીના આધારે મીલ પ્લોટ ફાટક પાસે સ્વપ્નલોક સોસાયટીમાં રેડ મારતા સોસાયટીની શેરીમાં શંકાસ્પદ GJ-03-ER-6826 નંબરની ઇકો કારની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો હતો. આ કાર મુળરાજસિંહ નવલસિંહ ઝાલાની માલિકીની હોવાનું સામે આવ્યું હતું. તે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-156 કુલ રૂ.- 62,400 તથા પોલીસે રૂપિયા 3 લાખની ઇનોવા તેમજ 10 હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂ.- 3,72,400નો મુદામાલ એલસીબીએ કબ્જે કર્યો હતો. આરોપી મુળરાજસિંહને પૂછપરછ કરતા દારૂના આ ધંધામાં આરોપી થોભણભાઈ સુરેન્દ્રનગર વાળાનું નામ ખુલતા એલસીબી ટીમે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ વાંકાનેર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

