રાજ્યના અલગ અલગ જિલ્લામાં ચાંદીપુરાવાયરસના કેસ સતત વધી રહ્યા છે અગાઉ માત્ર ઉતર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પોઝીટીવ કેસ આવ્યા બાદ હવે સૌરાષ્ટ્રના પણ અલગ અલગ જિલ્લામાં કેસ સામે આવી રહ્યા છે રાજકોટ પીડીયું હોસ્પિટલ ખાતે અલગ અલગ જિલ્લાના કેસ સામે આવ્યા હતા જેમાં મોરબી રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે મોરબી જિલ્લામાં ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા જેમાં બે કેસ મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જયારે એક ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવતા તમામ બબાળ દર્દીઓને સારવાર અર્થે રાજકોટ પીડીયું હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા ત્રણેય બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે તમામ બાળકોના શરીરમાંથી બ્લડના સેમ્પલ લઈ ટેસ્ટીંગ માટે પુણેની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે જોકે હજુ તેમનો રીપોર્ટ આવવાનો બાકી છે તમામ મૂળ મોરબી જિલ્લાના વતની ન હોય પણ તેમના વાલીઓ અલગ અલગ જિલ્લામાંથી મજુરી માટે મોરબી આવ્યા હોય જેથી બાળકોને અગાઉ તેઓના વતનમાં હોય ત્યારે મચ્છરના સંપર્કમાં આવ્યા બાદ તેનું સંક્રમણ લાગતા બીમારી લાગી હોય અને બાદમાં મોરબી જિલ્લામાં આવ્યા બાદ વધુ સ્થિતિ કથળતા તેઓના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે
ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્ર પણ સક્રિય થયું છે
જે વિસ્તારમાંથી હાલ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ત્યાં ત્યાં 100 મીટર વિસ્તારમાં મેલેસ્થીઓન નામક દવાનો છંટકાવ શરુ કરવામાં આવ્યો છે તેમજ આ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યો છે અને અન્ય કોઈ બાળકોમાં આવા લક્ષણ છે કે કેમ તે અંગે પણ ચકાસણી કરવામાં આવી છે જોકે મોરબીમાં આ ત્રણ કેસ સિવાય કોઈ અન્ય કેસ ન આવ્યા હોવાનું આરોગ્ય અધિકારી ડો કવિતા દવે જણાવ્યું હતું

