મોરબીના લજાઈ ગામના યુવક ધ્રુવ મકવાણાને મિઝોરમની વતની અને સ્પામાં કામ કરતી મારિયા નામની યુવતી દ્વારા પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ યુવતીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું અને યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને તેમજ તેની પાસેથી રૂપિયા પડાવી લીધા હતા અવાર નવાર રૂપિયાની માંગણી કરતા યુવક આત્મ હત્યા માટે મજબુર કરતા યુવકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો જે ઘટનામાં પોલીસે અગાઉ મારિયા નામની યુવતીની ધરપકડ કર્યા બાદ હવે અન્ય આરોપી સંદીપ પ્રજાપતિ,પ્રદીપ પોલી,વિશાલ બોરીચા, લલબિયાકની ઉર્ફે બાયતે (મૂળ રહે મિઝોરમ),લાલાવકીમી ઉર્ફે એન્જલ(મૂળ રહે મિઝોરમ) ની ધરપકડ કરી હતી આરોપી સંદીપ પ્રજાપતિ દ્વારા લાલજી ભરવાડ અને પોલીસ કર્મીઓ હોવાની ખોટી ઓળખ આપી યુવકને ધમકાવતા હોવાનું સામે આવ્યું છે આ બનાવમાં પોલીસની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


