HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1) વાંકાનેરના મીલ સોસાયટી પાસે વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

વાંકાનેરના મીલ કોલોનીમાં રહેતા ક્રીપાલસિંહ બાબુભા જાડેજા ને મીલ સોસાયટી પાસે વર્લી ફીચરનો જુગાર રમતો ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.- 10,660 નો મુદામાલ મળી આવ્યો હતો. વાંકાનેર સીટી પોલીસે તે શખ્સ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)મોરબી-હળવદ રોડ પાસે હરીઓમપાર્ક સોસાયટીના પાર્કીગમાં રેઢી હાલતમાં રહેલ ઇકો કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

મોરબી-હળવદ રોડ પાસે પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમિયાન હરીઓમપાર્ક સોસાયટીના પાર્કીગમાં રેઢી હાલતમાં રહેલ ઇકો કાર પડેલ હોવાની માહિતી મળતા પોલીસે તે સ્થળે રેડ મારતા GJ-12-DS-2930 નંબરની કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી કુલ રૂ.- 21,000 નો વિદેશી દારૂનો જથ્થો અને ઇકો કાર સહીત કુલ રૂ.- 3,21,000 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ઇકો કારના નંબરના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3)વાંકાનેરના જીનપરા પાસે ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ઈંગ્લીશ દારૂ સાથે ગોરધનભાઈ પભાભાઈ બાવળિયાને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.-375 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનાની નોધ કરી છે.

(4) હળવદની સરા ચોકડીએ રિક્ષાચાલકે યુવાનને હડફેટે લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી

હળવદની સરા ચોકડીએ આવેલ મીઠાઈની દુકાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અંકિત સતપાલ શર્મા ઉ.23 એ રોડ ઉપર પસાર થતો હતો ત્યારે આરોપી સંજય ભરવાડે રીક્ષા અથડાવી રોડ તારા બાપનો છે ? એવું કહેવા લાગ્યો સાઈડમાં ચાલ કહી ઝઘડો કરી જતો રહ્યો હતો. બાદમાં યુવાન જે દુકાનમાં કામ કરે છે, ત્યાં સંજય કોઈ અજાણ્યા વ્યક્તિને લઈને આવ્યો અને યુવાનને દુકાન બહાર કાઢવા પ્રયાસ કરી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા અંકીતકુમારે તે શખ્સ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે,પોલીસે ફરિયાદના આધારે આરોપી સંજય ભરવાડ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW