મોરબી જિલ્લાના નેશનલ હાઈવે સ્ટેટ હાઇવે તેમજ અલગ અલગ મુખ્ય માર્ગો પર વાહન અકસ્માતની ઘટના સતત વધી રહી છે ત્યારે અકસ્માતની આવી એક ઘટના સામે આવી છે જેમાં મોરબી નો પીપળી રોડ સતત ટ્રાફિક થી ધમધમ તો રોડ છે જેમાં અવારનવાર અકસ્માતોમાં લોકોનો ભોગ લેવતો હોય છે ત્યારે આજે વધુ એક વ્યક્તિનો અકસ્માતમાં જીવ ગયો છે
મળતી માહિતી મુજબ પીપળી જેતપુર રોડ પર ડમ્પર ચાલકો જે રીતે નંબર પ્લેટ વિના અને અવરલોડ ભરેલા અને માતેલા સાંઢની જેમ વાહનો ચલાવે છે તેને કોઈ કાયદાનો જાણે ડર ન હોય તે પ્રકારે વાહનો અહંકારી અને નાના વાહન ચાલકોને હડફેટે લેતા હોય છે ત્યારે આજે સવારે આ જ પ્રકારે એક ડમ્પર ચાલકે બાઈક ચાલક સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી રોડ રહેતા હસમુખભાઈ ભગવાનજી ભાઈ બોપલિયા નામના 50 વર્ષના આધેડ પીપળી રોડ પર તેનું ટીવીએસ સ્કુટર લઈને જતા હતા તે દરમિયાન બાઈક લઈને જતા હતા તે દરમિયાન ટ્રકે ઠોકર મારતા આધેડનું મોત નીપજ્યું હતું

