માળીયા મીયાણા તાલુકાના જુમ્મા વાડી વિસ્તાર પાસે બોલેરો કારમાં શંકાસ્પદ રીતે કોથળામાં ઇન્ડસ્ટ્રીયલ કોલસાની હેરાફેરી થતા હોવાની મોરબી એસઓજીની ટીમને બાપની મળી હતી આ બાતમીના આધારે એસોજીપીઆઈ એમપી પંડ્યા અને સ્ટાફ દ્વારા જુમાવાડી વિસ્તારમાં દરોડો પાડયો હતો અને બોલેરો કારની તપાસ કરતા તેમાંથી ઇન્ડસ્ટ્રીયલ કોલસા ભરેલા કોથળા મળી આવ્યા હતા. આ ઉપરાંત દરિયામાંથી બહાર કાઢવામાં આવેલી બોટની પણ તપાસ કરતા આ કોલસો ચોરીનો હોવાનું સામે આવતા એસોજીની ટીમે ₹23,000 360 ની કિંમત નો 5,840 kg ના 268 કોથરા કોલસો પકડી પાડ્યો હતો આ ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની bolero કાર 15000 ની કિંમત ની બોટ સહિત બે લાખ 38,360 ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ હેરાફેરી સાથે ઝડપાયેલા હારૂન સુલેમાન સાઈચા ઝફર ઓસમાણ પરારને ઝડપી લીધા હતા અને બંને આરોપીઓને માળિયા પોલીસ સ્ટેશન હવાલે કરતા માળિયા પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ 106 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

