HomeGujaratહળવદમાથી બે ડંમ્પરો ઝડપાયા - મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને પોલીસની સંયુક્ત કામગીરી

હળવદમાથી બે ડંમ્પરો ઝડપાયા – મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને પોલીસની સંયુક્ત કામગીરી

હળવદ પંથકમાં ખનીજ ચોરીના પગલે મોરબી જિલ્લા કલેકટરની સૂચના અનુસંધાને હળવદ મામલતદાર,હળવદ તાલુકા વિકાસ અધિકારી અને હળવદ પોલીસની સંયુક્ત ટીમ બનાવી જુદી જુદી જગ્યાએ તપાસ હાથ ધરતા મોરબી ચોકડી પાસેથી સફેદ માટી ભરેલા બે ડમ્પરોને ઝડપી પાડીને પોલીસ હવાલે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર હળવદ મોરબી માળિયા ચોકડી પાસે હળવદ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને હળવદ પોલીસ દ્વારા મોરબી જિલ્લા કલેકટરની સૂચનાની અનુસંધાને ખનીજ ચોરીનાં ગેરકાયદેસર વેપલા સામે લાલ આંખ કરવામાં આવી હતી જેમાં જીજે 13-એએક્ષ -7046 જેમાં આશરે 35 મેટ્રિક ટન વજન અને જીજે 13 – એએક્ષ- 0249મા આશરે 38 મેટ્રિક ટન વજન સાથે બન્ને ડંમ્પર ઝડપી પાડીને હળવદ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરી કરવામાં આવી હતી આમ હળવદ પોલીસ હળવદ, મામલતદાર અને હળવદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરતા ખનીજ માફિયાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW