HomeGujaratમોરબીમાં એસીનું પાણી પડવા મામલે પાડોશીઓ બાખડયા અને યુવાનને માર માર્યો

મોરબીમાં એસીનું પાણી પડવા મામલે પાડોશીઓ બાખડયા અને યુવાનને માર માર્યો

મોરબીના મહેન્દ્રનગરમા એપાર્ટમેન્ટમા રહેતા પાડોશીઓ વચ્ચે એસીનું પાણી પડવા બાબતે ઝઘડો થયા બાદ પાડોશીએ એકસંપ કરી યુવાનને માર્યો અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. મળતી વિગતો મુજબ, મોરબીના મહેન્દ્રનગરમા હનુમંત એપાર્ટમેન્ટના બ્લોક નંબર 302માં રહેતા અશ્વિનભાઈ ઓધવજીભાઈ વરમોરાના એસીનું પાણી ધવલ શેરસિયાના ઘરમાં પડતું હોવાથી ધવલ શેરશીયા,આષીશભાઇ આહિર અને કેવલભાઇ ડાભી નામના આરોપીઓ અશ્વિનભાઈના ઘેર આવી ઝઘડો કરી ગયા હતા. બાદમાં ગત તા.6/07/2024ના રોજ આરોપી ધવલ શેરશીયા, આષીશભાઇ આહિર, કેવલભાઇ ડાભી, ઉદયભાઇ શેરશીયા, જેરામભાઇ ડાભી, પ્રદિપભાઇ આહિર અને ધ્રુવભાઇ પટેલ શેરીમાં અશ્વીનભાઈ સાથે ઝઘડો કરી ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા અશ્વીનભાઈએ આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સાત આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે, પોલીસે દરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW