(1)મોરબીના પાંજરાપોળ નજીક છાતીમાં દુઃખાવો થતા વૃદ્ધાનું મુત્યુ
મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની બાજુમાં ભાડાના મકાનમાં રહેતા અશોકભાઈ જયંતીલાલ ઉઘરેજા નામના વૃધ્ધાને પાંજરાપોળ નજીક અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ડો. એ બી યાદવે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
(2)મોરબીના ગાયત્રી સ્ટોન પાસે પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોન પાસે સંભારની વાડીમાં વિસ્તારમાં રહેતી લલિતાબેન અમરશીભાઈ પરમાર ઉ.22 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરતા પ્રાથમિક તપાસમાં મૃતક લલિતાબેનના સાત માસ પૂર્વે જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.
(3)મોરબીના રામકૃષ્ણ નગરમાં આવેલ માતાજીના મઢની સફાઈ કરતી વેળાએ યુવાનને હાર્ટએટેક આવી જતા મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ નગરમાં રહેતા હીમાંશુભાઈ મહેશભાઈ નકુમ અષાઢી બીજના તહેવારને લઈ ઘરની બાજુમાં આવેલ માતાજીના મઢની સફાઈ કરતા હતા. તે દરમિયાન તેને અચાનક ચક્કર આવ્યા બાદ ઢળી પડતા આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે તેને ક્રિષ્ના હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ બનાવ ની પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

