HomeGujaratમોરબીમાં વારંવાર એટ્રોસિટી એક્ટની ફરિયાદ કરવા ટેવાયેલ લોકોની ફરિયાદ લેતા પહેલા ખરાઈ...

મોરબીમાં વારંવાર એટ્રોસિટી એક્ટની ફરિયાદ કરવા ટેવાયેલ લોકોની ફરિયાદ લેતા પહેલા ખરાઈ કરવા માગ

અનુસૂચિત જાતિનાં લોકોએ જ એસપી આપ્યું આવેદન પત્ર

મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા શુક્રવારે મોરબી જિલ્લા પોલીસ વડાને મળીને રજૂઆત કરી છે કે, તેમના જ સમાજના અમુક લોકો દ્વારા ખોટી ફરિયાદો કરીને પૈસા પડાવવાનું કૃત્ય કરે છે જેથી સમાજ પ્રત્યે લોકોને ધૃણા અને તિરસ્કાર ઉભો થયો છે.

તેમના સમાજના અમુક લોકો દ્વારા સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓ ઉપર ખોટી ફરિયાદો અને એટ્રોસિટીનાં કેસ કરી બ્લકમેલ કરી પૈસા પડાવવાનો ધંધો કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવામાં આવ્યા છે. તેમજ આવા શખ્સોની ખોટી ફરિયાદોના કારણે સમાજ-સમાજ વચ્ચે વૈમનશ્ય ફેલાય છે. આવેદન પત્રમાં આવી ખોટી ફરિયાદ કરનારના નામ જોગ રજૂઆત કરી તેમના દ્વારા કરવામાં આવેલી ફરિયાદીની સમીક્ષા કરી ખોટી ફરિયાદ સામે યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. સાથે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા પોલીસ અધિક્ષકને એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે વારંવાર આવી ફરિયાદો કરનારની કોઈપણ ફરિયાદ લેતા પહેલા પોલીસ દ્વારા સંપૂર્ણ ખરાઈ કરવી અને જુની ખોટી ફરિયાદોની સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરાવામાં આવી છે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન પત્રમા રજુઆત કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW