Sunday, July 7, 2024
HomeGujaratરાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2024 થી 4 ટકાનો વધારો જાહેર

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2024 થી 4 ટકાનો વધારો જાહેર


સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શનર્સનો લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 6 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા.1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

તદ અનુસાર, જાન્યુઆરી- 2024 તથા ફેબ્રુઆરી- 2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ- 2024 ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ- 2024 ની તફાવતની રકમ ઓગષ્ટ- 2024 ના પગાર સાથે તેમજ મે અને જૂન- 2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર- 2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,667FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW