Sunday, July 7, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)વાંકાનેરના કેરાળા ગામે દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

વાંકાનેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે કેરાળા ગામના પાટિયા નજીકથી એક્સેસ સ્કુટર ઉપર નીકળેલા આરોપી અમિત ઉર્ફે હમીદ હનીફભાઈ બ્લોચ નામના શખ્સને અટકાવી તપાસ કરતા એક્સેસ સ્કુટરમાંથી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના 80 મળેલ ચપલા સાથે જ તે શખ્સ નું સ્કુટર અને મોબાઈલ સહીત કુલ રૂ.-43,000 નો મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)હળવદની નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત

હળવદની સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માંગીલાલભાઈ વાસકેલાએ વનવગડો હોટલની પાછળ કોઇપણ કારણોસર નર્મદા કેનાલમાં પાણીમાં ડુબી જતા તેને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે ડો. દ્રષ્ટિ મણીયારે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

(3)મોરબીના બેલા ગામે વીજશોક લાગતા પરણીતાનું મોત

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સોમનાથ મિનરલ નામના માટીના કારખાનામાં રહેતા વંતાબેન દીપકભાઈ રાઠવા ઉ.31 નામના મહિલા કામ કરતા હતા. ત્યારે અકસ્માતે વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ડો. ડી કે પટેલે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા,પોલીસે તેના અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(4)ટંકારા – લતીપર રોડ પર બંધ પડેલી ક્રેઇન સાથે અથડાતા વૃદ્ધને ઈજા

ટંકારા – લતીપર રોડ પર બંધ થયેલ ક્રેઇન અન્ય રાહદારીને અડચણરૂપ થાય તે રીતે કોઈ શખ્સ રાખી મુકતા, ટંકારાના નેસડામાં રહેતા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી એ ગત તા.01/06/2024 ના રોજ હીરાપર નજીક રાત્રીના સમયે બુલેટ મોટર સાયકલ ચલાવી નીકળતા પ્રેમજીભાઈને સામેથી લાઇટ આવતા ક્રેઇન ન દેખાતા તેની સાથે ભટકાઇ જતા અકસ્માત થતા પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે પ્રેમજીભાઈએ ટંકારા પોલીસ મથકમાં GJ –12 –CM–0632 નંબરના ક્રેઇન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW