Tuesday, July 2, 2024
HomeGujaratનવયુગ ફીડરના અવાર નવાર ફોલ્ટ સર્જાતા વીરપરમાં વીજ ધાંધિયા યથાવત

નવયુગ ફીડરના અવાર નવાર ફોલ્ટ સર્જાતા વીરપરમાં વીજ ધાંધિયા યથાવત

Advertisement

ઉનાળાની કાળજાળ ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે એક બાજુ ગરમીથી લોકો ઘરની અંદર કે ઘરની બહાર પણ રહી શકતા નથી ત્યારે વારંવાર નવયુગ ફિડરમા અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત ફોલ્ટ માં જાય છે જેથી ગ્રામજનોને ખૂબ તકલીફ પડતી હોય છે ત્યારે વિરપર ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ લીખિયા દ્વારા પિજીવિસીએલ ના ડેપ્યુ એન્જિનિયરને લેખિતમાં રજૂઆત કરી છે

દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી ટંકારા નું પીજીવીસીએલ તંત્ર ચર્ચાઓમાં જ રહ્યું છે પરંતુ જાડી ચામડીના અધિકારીઓને જાણે ટંકારાના ગામડાઓની કશું ચિંતા જ ના હોય તેવી રીતે પીજીવીસીએલ તંત્ર કામગીરી કરી રહ્યું છે ચોમાસા માટેની પ્રિ મોન્સુન કામગીરીના નામે અઠવાડિયામાં અલગ અલગ વિસ્તારમાં વીજ કામ કરવામાં આવે છે તેમ છતાં પણ થોડો પવન ફૂંકાય અથવા તો અમી છાંટણા પડે તરત જ લાઈટ ફોલ્ટમાં જતી રહે છે

આ સમગ્ર મામલે રજૂઆતમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી નવયુગ ફીડરમાં અઠવાડિયામાં લગભગ ત્રણથી ચાર વખત લાઈન ફોલ્ટમાં જાય છે તેના કારણે પાવર જતો રહેતો હોય છે ઉપરાંત આ લાઈન ફોલ્ટ રિપેર થવામાં પણ બે કલાકથી વધુ સમય લાગતો હોય છે. ત્યારે હાલ આ ગરમીના માહોલમાં ગ્રામજનોને ખૂબ તકલીફ પડતી હોય છે. અત્યારે તાત્કાલિક ધોરણે નવયુગ ફીડર માં જરૂરી કાર્યવાહી કરી અને વારંવાર ફીડરમાં ફોલ્ટન થાય તેવી મેન્ટેનન્સ ની વ્યવસ્થા કરવા માટે પીજીવીસીએલ વીરપરના ડેપ્યુટી ઇજનેર ને લેખિતમાં વિરપર ગ્રામ પંચાયત ના સરપંચ મહેશભાઈ લિખિયાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.હવે જુઓ એ રહ્યું કે ટંકારાના ગામડાઓવાસીઓને નવયુગ ફીડર માંથી મુક્તિ મળશે કે પછી ચોમાસામાં આનાથી પણ હાલાત વઘુ બદતર બનશે.. એ..

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,992FollowersFollow
1,890SubscribersSubscribe

TRENDING NOW