HomeGujaratમોરબીના પાનેલીમાં ઘર પાસે ગંદકી કરવા મુદે બે પરિવાર વચ્ચે મારામારી

મોરબીના પાનેલીમાં ઘર પાસે ગંદકી કરવા મુદે બે પરિવાર વચ્ચે મારામારી

મોરબી તાલુકાના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ શાંતિલાલ કંજારીયાના બા ગૌરીબેન સાથે આરોપી નીમુબેન સાથે થતા તેના ઘરના બીજા બૈરાઓએ ગત તા.25/06 ના રોજ બપોરના સાડા અગ્યારેક વાગ્યે પોતાના મકાનની પાછળની શેરીમાં પોતાના મકાન સામે કચરો વાળવા તથા પોદળો લેવા માટે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેથી આ કામના ફરીયાદી તથા સાહેદો આરોપીઓના ઘરે સમજાવવા માટે જતા તેઓને સારૂ નહી લાગતા તેઓ એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી ધરમશીભાઈ કંજારીયાએ ફરીયાદીને લોખંડના પાઇપ વતી માથામા તથા જમણા હાથમા અને ફીરયાદીના બા ગૌરીબેનને નીમુબેન સહદેવભાઇ કંજારીયા અને નીમુબેન ધરમશીભાઇ કંજારીયાનાએ લાકડીઓ વડે મુંઢ ઇજાઓ કરી તથા સહદેવભાઇ કંજારીયાએ ફરીયાદીના ભાઇ સાહેદ જયેશને લોખંડની કુહાડીથી માથાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા છુટા પથ્થરોના ઘા કરી ભુંડાબોલી ગાળો અને ઈજા પહોંચાડી હતી.

આ ઉપરાંત સામાપક્ષે સહદેવભાઈ ભાણજીભાઈ કણઝારીયાએ આરોપીઓ તેના ઘરે પોદળો નાખી ગયેલ હોય જેથી સાહેદ વૈશાલીબેન આરોપીઓને કહેવા જતા (1) ગૌરીબેન ઉર્ફે ભુરીબેન શાંતીલાલ (2) જીતેન્દ્રભાઇ શાંતીલાલ (3) વર્ષાબેન શાંતીલાલ (4) ગૌતમભાઇ લખમણભાઇ કંજારીયા (5) જયેશભાઇ શાંતીલાલ કંજારીયા (6) અરવિંદભાઇ લખમણભાઇ કંજારીયા (7) શાંતીલાલ ડુંગરભાઇ (8) લખમણભાઇ ડુંગરભાઇ આ આઠ આરોપીઓએ ભુંડા બોલી ગાળો આપી એકસંપ કરી મંડળી રચી જીવલેણ હથીયારો ધારણ કરી સહદેવભાઈના ઘરે જઇને લોખંડની કોસ વડે તેના ડાબા પગમાં એક ઘા મારી ઇજા કરી તથા નીશાબેનને માથામાં પાછળના ભાગે ઇજા કરી ડાબા હાથમાં એક ઘા મારી ફેકચર જેવી ઇજા કરી પહોચાડી હતી, ધોકાથી માર મારી માથામાં કપાળ ઉપર ઇજા કરતા સહદેવભાઇ ભાણજીભાઇ કંજારીયાએ તે આઠ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW