ગત તા. 29/06/24 નાં રાત્રીના સમયે ભુસ્તરશાત્રી મોરબી જે એસ વાઢેર અને તેમની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી દ્વારા ભીમનાથ મહાદેવ જવાનાં રસ્તેથી એક ડમ્પર નંબર GJ-36-V-7700 ને સાદી માટી ખનીજનાં રોયલ્ટી પાસ વગર વહન કરતાં અટકાવી ખોદકામ વાળી જગ્યા ની તપાસ કરતાં મોજે. સનાતન પોલીમર્સ કારખાના, ગધા ડેમ, લજાઈ પાસેથી ડમ્પર અને મસીનમાં માલિક પંકજભાઈ દયારામભાઈ મસોત રહે. લજાઈ નાં એક હ્યુન્ડાઇ કંપનીનું પીળા કલરનું એક્સકેવેટર મશીનને સાદીમાટી ખનીજના ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડવામાં આવેલ. આ સમગ્ર કામગીરીમાં ભુસ્તરશાસ્ત્રી અને એમની ટીમ દ્વારા ઉપરોક્ત ડમ્પર અને એક્સકેવેટર મશીન ને સીઝ કરી માપણી કરી આગળની દંડકીય કામગીરી માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવેલ છે.

