Thursday, July 4, 2024
HomeGujaratવાંકાનેરના કોઠીમાં મારામારીની ઘટના વધુ એક આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષની કેદ 

વાંકાનેરના કોઠીમાં મારામારીની ઘટના વધુ એક આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષની કેદ 

વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં  સપ્ટેમ્બર 2004માં મારામારીની ઘટના બની હતી જેમાં કેટલાક શખ્સોએ ગેરકાયદે મંડળી રચી નાગજીભાઇ નામના  આધેડ પર  જીવલેણ હુમલો કરી તેમને  ઈજા કરી મુંઢ માર મારી  મૃત્યુ નિપજાવવાની કોશિશ કરી હતી જે  મામલે પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે  આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા બાદમાં તેઓએ  કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ એડીશનલ સેશન્સ જજ દિલીપ પી. મહીડાની કોર્ટ મોરબીમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાની અને મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારીઆએ કોર્ટમાં19 મૌખિક પુરાવા અને ૩૧ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા
જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી સતા લાખા મુંધવા રહે કોઠી વાળાને આઈપીસી કલમ 323  મુજબના ગુનામાં ૧ વર્ષની સજા અને1000  રૂપિયા દંડ તેમજ આઈપીસી કલમ ૩૨૪ મુજબના ગુનામાં 3  વર્ષની કેદની સજા અને રૂ 3000  દંડ તેમજ આઈપીસી કલમ 307 મુજબના ગુનામાં 10  વર્ષની કેદની સજા અને રૂ 5000 દંડ ફટકાર્યો છે આરોપી સતા લાખા મુંધવા હાલ જામીન પર મુક્ત હોય જેથી જામીન ખત રદ કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે

જયારે અન્ય આરોપીઓ મેઘા નોંઘા મુંધવા, કહેતા ખેંગાર મુંધવા, રાઘવ ખેંગાર મુંધવા, સતા ખેંગાર મુંધવા, ગોવિંદ સામત મુંધવા, બેચર ખેંગાર મુંધવા અને ગેલા લાખ મુંધવા રહે કોઠી તા. વાંકાનેર વાળાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે તો ઈજા પામનાર નાગજીભાઈ દેવાભાઈને રૂ2 લાખ તેમજ આરોપીઓ જે દંડની રકમ ભરે તે 9  હજાર મળીને કુલ રૂ2.09  લાખ વળતર ચુકવવા આદેશ કર્યો છે

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW