Tuesday, July 2, 2024
HomeGujaratવાંકાનેરમાં મહિલાની છેડતી અને હૂમલાના 20 વર્ષ જુના કેસમાં 7 આરોપી દોષીત,...

વાંકાનેરમાં મહિલાની છેડતી અને હૂમલાના 20 વર્ષ જુના કેસમાં 7 આરોપી દોષીત, કોર્ટે 10 વર્ષની કેદ ફટકારી

Advertisement

વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં રહેતા સતા લાખાભાઈ મુંધવએ આજથી ૨૦ વર્ષ પહેલા એક મહિલાની છેડતી કરવા બાદ માં તેને સમજાવવા જતા સાત જેટલા શખ્સો દ્વારા પરિવાર પર જીવલેણ હુમલો કરવા અંગે વાંકાનેર પોલીસ મથકમાં ભગા રાઘવ સરૈયા, નાજા ગાંડુ સરૈયા,કરશન નવઘણ સરૈયા, રૈયા જગમાલ સરૈયા, ભગુ નવઘણ સરૈયા, મૈયા નાગજી સરૈયા, નાગજી દેવા સરૈયા સામે છેડતી અને બાદમાં હઠાભાઈ ખેંગારભાઈ સહિતના ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ જેતે સમયે પોલીસે આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા બીજી તરફ કેસમાં પોલીસે ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ ઉપલી કેસમાં તબદીલ થયો હતો અને તેની સુનવણી મોરબીની એડિશ્નલ સેસન્સ જજની કોર્ટમાં ચાલી હતી જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેએ ફરીયાદી વતી દલીલ તેમજ જરૂરી પુરાવા રજુ કર્યા હતા કોર્ટે કેસમાં 23 સાક્ષીઓ તેમજ 62 લેખિત પુરાવાઓ તપસ્યા હતા અને તે તપાસ અંતે સાતેય આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને તમામને 10 સખ્ત કેદની સજા ફટકારી હતી.ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-357(3) અનુસાર, અપીલ પીરીયડ બાદ આ કામના ઈજા પામનાર હઠાભાઈ ખેંગારભાઈને રૂા.2 લાખ અને આરોપીઓ પાસેથી દંડની રકમ રૂા.1.20 લાખ મળી કુલ રૂા.3.20 લાખ વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,983FollowersFollow
1,880SubscribersSubscribe

TRENDING NOW