Sunday, June 30, 2024
HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

Advertisement

(1)વાંકાનેરના મિલપ્લોટ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

વાંકાનેરના મિલપ્લોટ પાસે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે જીતેન્દ્રભાઇ ગોરધનભાઇ નગવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ કુલ રૂ.-375 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)મોરબીના સકીટ હાઉસ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

મોરબીના સર્કીટ હાઉસ સામે ભારત નગર પાસે વિદેશી દારૂ સાથે ફારૂકભાઇ દિલાવરભાઇ જેડાને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી વિદેશી દારૂનો કુલ રૂ.-4,500 નો જથ્થો મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી છે.

(3)મોરબીના અરૂણોદય સર્કલ નજીક દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબીના ઉમા ટાઉનશીપ સામે અરૂણોદય સર્કલ નજીક દારૂ સાથે નિલેષભાઇ પ્રકાશભાઇ જોબનપુત્રાને પોલીસે ઝડપી લીધો હતો.તે આરોપી પાસેથી વિદેશી દારૂ કુલ રકમ-1,200 નો મુદામાલ મળી આવ્યો હતો,મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે મુદામાલ કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4)વાંકનેરના આંબેડકરનગરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી મારામારી

વાંકનેરના આંબેડકરનગરમાં રહેતા જીવણભાઇ ભરતભાઇ રાઠોડ ના દાદાજી દિવાળી ઉપર ગુજરી ગયા હતા. તે સમયે પ્રભાતભાઇ નરેશભાઇ સોલંકી અને ગુગો કનુભાઇ સોલંકી નામના આરોપીઓ જીવણભાઇ ઘર પાસે ફટાકડા ફોડતા હતા. જેથી જીવનભાઈ એ ફટાકડા ફોડવાની ના પાડતા અગાઉ ઝગડો થયેલ હોય જેનો ખાર (રોષ) રાખી આ આરોપીઓએ જીવનભાઈ સાથે બોલાચાલી કરી જેમ ફાવેતેમ ગાળો આપી ને માથાના ભાગે ઇંટ (પથ્થર) ના બે ઘા મારી સામાન્ય ઇજા પહોચાડી હતી.આ બનાવ અંગે જીવણભાઈએ તે બંને શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી તપાસ શરુ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,730FollowersFollow
1,730SubscribersSubscribe

TRENDING NOW