HomeGujaratબસમાં પેસેન્જરની નજર ચૂકવી 6,000 ની ચોરીના ગુનાના આરોપીને કોર્ટે 5 વર્ષની...

બસમાં પેસેન્જરની નજર ચૂકવી 6,000 ની ચોરીના ગુનાના આરોપીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી

વર્ષ 2012 ની એક જૂન ના રોજ કોડીનારના વતની ભરતગીરી ભાવગીરી ગોસ્વામી નામના કોન્ટ્રાક્ટર ભુજ વેરાવળ રૂટની બસમાં જઈ રહ્યા હતા તે દરમિયાન ટંકારા ના કાગદડી નજીક બસ મુસાફરોને ચા પાણી પીવા માટે ઉભી રહી હતી તે દરમિયાન નીતિન રમેશ ભટ્ટ નામના શકશે ભરતગીરીને કોલ્ડ્રીંક માં ઊંઘ ની ગોળી ભેળવી દઈ પીવડાવી દીધી હતી તેમજ તેમના ખિસ્સામાં રહેલા 5000 રોકડા અને મોબાઈલ ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે બાદ એસટી કર્મચારીઓએ તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા જે તે વખતે બનાવની જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો સોપી હતી. આ બનાવવામાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ મોરબી જેલ હવાલે કર્યો હતો અને કેસની ટ્રાયલ મોરબીની પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ એન્ડ જજ ની કોર્ટમાં ચાલી હતી જ્યાં સરકારી વકીલ વિજયકુમાર જાની દ્વારા દરિયો કરવામાં આવી હતી અને કેસને લગતા 11 મૌખિક પુરાવાઓ અને 15 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની આધારે ડીસ્ટ્રીક જજ દ્વારા આરોપી નિતીન રમેશ ભટ્ટને આઈપીસીની કલમ 328 અંતર્ગત ગુનેગાર ઠેરવી પાંચ વર્ષની કેદ અને રૂપિયા 5,000 નો દંડ ફટકાર્યો હતો તેમ જ ipc ની કલમ 379 અંતર્ગત 1,000 નો દંડ અને એક વર્ષની કેદ ફટકારી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW