HomeGujaratટંકારાના ઓટાળા ગામે ખેતરમાં જવાના રસ્તા મામલે મારામારી

ટંકારાના ઓટાળા ગામે ખેતરમાં જવાના રસ્તા મામલે મારામારી

ટંકારાના ઓટાળા ગામે રહેતા નિકુલભાઇ નરભેરામભાઈ ઘોડાસરા એ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી કે, ખેતરના રસ્તાના હલણ પ્રશ્ને અજાણ્યા 8 જેટલા શખ્સો સાથે એક સંપ કરી ખેડૂત પરિવાર હુમલો કર્યો હતો.

ટંકારાના ઓટાળા ગામે નિકુલભાઇ નરભેરામભાઈ ઘોડાસરાના વડીલોની ખેતીની જમીન આવેલી છે.આ જમીનમાં આવવા-જવા માટે બેચરભાઈની જમીનમાંથી જવું પડતું હતું. હાલમાં આ જમીન બેચરભાઈએ આરોપી રોહીતભાઇ નાનજીભાઇ ફાંગલીયાને વેચાણમાં આપી દીધી હતી.રોહીતભાઈએ આ રસ્તો બંધ કરી દીધો.જે મામલે નિકુલભાઇ નરભેરામભાઈ ઘોડાસરાએ ટંકારા મામલતદાર ને આ પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી.તે બાબતનો ખાર રાખી આરોપી રોહીતભાઇ નાનજીભાઇ ફાંગલીયા નામના શખ્સે રસ્તાના વિવાદમાં નરભેરામભાઇ છગનભાઇ ઘોડાસરા, નિકુંજભાઈ નરભેરામભાઇ ઘોડાસરા, કાનજીભાઈ છગનભાઇ ઘોડાસરા અને વિશાલભાઈ કાનજીભાઈ ઘોડાસરા નામના ખેડૂત પરિવાર સાથે ઝઘડો કરી તેમજ અજાણ્યા 7 જેટલા શખ્સો સાથે એક સંપ કરી ધોકા-પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી કરી આરોપી પાસે રહેલ બંદૂકડી દેખાડી જાણ થી મારી નાખવાની ધમકી આપી તથા ભૂંડી ગાળો બોલી હતી.આ બનાવ અંગે નિકુલભાઇ એ આ આઠ શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે,પોલીસે ફરિયાદ આધારે ગુનો નોધી તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW