(1)મોરબીની વીસી ફાટક પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીની વીસી ફાટક ન્યુ રેલ્વે કોલોની પાસે રહેતા જીગ્નેશભાઇ રૈયાભાઇ ટોટાને દારૂ સાથે પોલીસે પકડી લીધા હતા.તે આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ 50-50 ઓરેંજ ફ્લેવર વોડકાની બોટલ નંગ-1 કિ.રૂ.-400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે આરોપી સામે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(2)વાંકાનેરના રામોજી સીરામીક કારખાના પાસે યુવનનો મૃતદેહ મળ્યો
વાંકાનેરના સેન્ચુરો સીરામીક કારખાનામાં કામ કરતા દિપકસિંહ ઓમપ્રકાશ ઠાકુર કોઈ કારણસર મરણ જતા તેની લાશ ઢુવા માટેલ રોડ રામોજી સીરામીક કારખાના પાસે ખુલ્લી જગ્યામાં સરતાનપર પાસે મળી આવી હતી.તે દિપકસિંહ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે.તે સેન્ચુરો સીરામીક કારખાનામાં કામ કરી તેનું ગુજરાન ચલાવતો હતો.વાંકાનેર પોલીસે તેના મુત્યુ અંગેની નોધ કરી તેના મુત્યુ નું કારણ જાણવા માટે તજવીજ હાથ ધરાઈ છે.
(3)હળવદની શ્રી રામ ગૌશાળની પાસે યુવાનનો મોબાઈલ ચોરાયો
હળવદના સરા રોડ જુના આબેડકરવાસમાં રહેતા અને ઝેરોક્ષની દુકાન ચલાવતા મુકેશભાઇ હરીલાલ પુરાણી નો નામના યુવાનનો તા.07/06 ના રોજ સવારના અગીયાર વાગ્યાની આસપાસ વિવો કંપનીનો Y- 51 બ્લુ કલરનો રૂપિયા 7000ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઇસમ ચોરી લઇ ગયો હતો.બાદમાં મુકેશભાઇ એ હળવદ પોલીસ મથકમાં મોબાઈલ ચોરી અને ફરિયાદ નોંધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ શરુ કરી છે.
(4)માળિયા ત્રણ રસ્તા નજીક બંધ ટ્રક પાછળ ટ્રક ભટકાઈ જતા યુવાનનું મુત્યુ
માળીયા ત્રણ રસ્તા બ્રીજ ઉપર કચ્છથી મોરબી તરફ જતા રોડ ઉપર વીશાલા હોટલ તરફના છેડે માળીયા નેશનલ હાઇવે પર આરોપી જયંતીભાઈ નથુભાઈ કોળી (ઉ.૪૨) રહે રાતડીયા તા.નખત્રાણા વાળા એ પોતાના હવાલા વાળું એશોક લેલન્ડ GJ-12-CT-3532 નંબરનું ટ્રક પુર ઝડપે ચલાવીને જતા યુવરાજસિંહ ઝાલાના ટ્રેઇલર GJ-12-CT-7099 નંબરનું ટ્રક રોડની સાઈડમાં બંધ પડેલ હોય તેના ઠાઠામાં ભટકાડી દેતા પોતાને ગંભીર ઈજા પહોચતા જયંતીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે યુવરાજસીંહ ભુરુભા ઝાલાની ફરિયાદને આધારે માળિયા પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

