HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના રંગપર ગામે દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના રંગપર બેલા ગામની સીમમાં દેશી દારૂ સાથે શ્યામજીભાઈ છનાભાઈ ચૌહાણ ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.-160 નો મુદામાલ મળ્યો હતો,જે પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પાસે દારૂ સાથે શખ્સ પકડાયો

વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ઢુવા-માટેલ રોડ અમરધામ પાસે દેશી દારૂ સાથે દશરથભાઈ સીંધાભાઈ ધેણોજા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે આરોપી પાસેથી દેશી દારૂ કુલ રૂ.-160 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે આરોપી સામે વાંકાનેર પોલીસે ગુનાની નોધ કરી છે.

(3)વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યું

વાંકાનેરની ભાટીયા સોસાયટી રામ ધુધરા વાળી શેરીમાં રહેતા કૌશલભાઈ બટુકચન્દ્રભાઈ બજાણી એ ગઈકાલે કોઈ કારણસર પોતાના ઘરે પોતાની જાતે રૂમમા પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો હતો.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પીટલમાં લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.તેના સગા રાજેશ ઉર્ફે રાજુ રમેશભાઈ બજાણી એ આ બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(4)મોરબીની બેલા ગામે દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા બેલા ગામની સીમમાં, વેન્ટો સીરામીક પાસે દેશી પીવાનો દારૂ સાથે સુનીલભાઇ અવચરભાઇ બારૈયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે આરોપી પાસેથી દેશી દારૂ કુલ રૂ.-140 નો જથ્થો મળ્યો હતો,જે પોલીસે જપ્ત કરી લીધો હતો.તે આરોપી વિરુદ્ધ દારૂ વેચાણ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW