મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં આજે અચાનક ગાંધીનગર ની એક સર્વેલન્સની ટીમે ધામા નાખ્યા હતા અને અલગ અલગ વિભાગમાં આવેલી અરજીઓ , પેંડિંગ ફાઈલ, નિકાલ થયેલ અરજીઓ તેમજ અન્ય અલગ અલગ પ્રકારના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી. જોકે આ તપાસમાં શા માટે આવી, કેટલો સમય તપાસ ચાલશે અત્યાર સુધીમાં શું સામે આવી શક્યું નહોતું સમગ્ર તપાસ બંધ બારણે ચાલી રહી છે તપાસ બાદ ટીમ તેનો રિપોર્ટ ગાંધીનગર કચેરી ખાતે અપાશે અને ત્યાંથી સમગ્ર વિગત સામે આવી શકશે.
જોકે આ બાબતે મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાના જણાવ્યા મુજબ ગાંધીનગરની ટીમ તપાસ માટે આવી છે.તેઓ તેની રીતે તપાસ કરી રહ્યા છે અને તેઓ જે પણ પ્રકારનો સહયોગ માગશે તે સહયોગ અમારી ટીમ કરી રહી છે. કોઈની ફરિયાદ આધાર પર ટીમ આવી હોય શકે છે તપાસમાં સંપૂર્ણ સત્ય બહાર આવશે તેવો મને વિશ્વાસ છે

