મોરબીના પૂર્વ નગર સેવકોએ કરી રેલ્વે મંત્રી અને સાંસદ વિનોદ ચાવડાને કરી લેખિત રજૂઆત
ઉદ્યોગોના કારણે મોરબી અને આસપાસ વિસ્તારનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે રોજગારીની શોધ માં ગુજરાતની સાથે સાથે યુપી બિહાર ઓડીસ્સા ,રાજસ્થાન છત્તીસગઢ સહિત અનેક રાજ્યમાંથી શ્રમિક કામની શોધમાં આવી રહ્યા છે અને આ લોકો પરિવહન માટે રેલ્વેનો વધુ ઉપયોગ કરી રહ્યા છે પરંતુ મોરબીમાં જરૂરિયાત મુજબની રેલવે સુવિધાઓ ન હોવાથી આ સીરામીક નગરીનો વિકાસ રૂંધાય રહ્યો છે. રેલવે પ્રશ્ને મોરબીને કેન્દ્ર સરકાર અન્યાય કરી રહી છે. જો લાંબા અંતરની ટ્રેન સુવિધાઓ હોય તો બીજા રાજ્યમાંથી મજુરી માટે આવતા મજુરોના રાજકોટ વાંકાનેર સામખીયારી કે અન્ય મોટા રેલ્વે સ્ટેશન સુધી લાબવવું ન પડે આ ઉપરાંત મોરબીથી અલગ અલગ રાજ્યમાં ટાઈલ્સ કે અન્ય ધંધાના માર્કેટિંગ માટે જતા વેપારીઓને પણ લંબાવવું પડે છે ત્યારે મોરબીને લાંબા અંતરની ટ્રેન મળે તે જરૂરી છે આ મુદે .મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પોપટભાઈ શિરોહિયા અને જસવંતીબેન શિરોહિયાએ હાલમાં ભારત સરકારના રેલ્વે મંત્રીને રજૂઆત કરી હતી કે, ગુજરાત ભુજ મોરબીથી અમદાવાદ સુધીની દૈનિક ટ્રેનની ખૂબ જ જરૂરી છે અને ભુજથી મોરબી થઈને સોમનાથ મંદિર સુધીને દૈનિક ટ્રેનની ખૂબ જ જરૂર છે જે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડશે અને ડેમુ ટ્રેન મોરબી, વાકાનેર, રાજકોટ, જૂનાગઢ સુધી દોડાવવામાં આવે તેઓ મુસાફરોને તેનો લાભ મળે તેમ છે જેથી આ ટ્રેનને મુસફારોની સુવિધા માટે વહેલમાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ અન્ય વર્ષોથી રેલવે પ્રશ્ને પડતર માંગણીઓ છે એના પ્રત્યે ખાસ ધ્યાન આપી વર્ષોથી અભેરાય પર રહેલી આ માંગણીઓને સંતોષવાની માંગ કરી છે.

