HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)માળીયાના બોડકી ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

માળીયાના બોડકી ગામે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા ગ્રામ પંચાયતની પાછળ સીમમા જુગાર રમતા દિલીપભાઇ ધરમશીભાઇ દેશાઇ, વશરામભાઇ છગનભાઇ ચડાસણીયા, અશોકભાઇ અમરશીભાઇ સુવારીયા, જયેશભાઇ કાળુભાઇ રાઠોડ, લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા અને અબ્દુલભાઇ કાદરભાઇ સૈયદ ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સ પાસેથી કુલ રોકડ રૂ.-28,350 નો મુદામાલ મળ્યો હતો થતા GJ-36-L-0078 નંબરની કાર સહીત કુલ રૂ.-50,28,350 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે છ શખ્સો વિરુદ્ધ માળિયા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)મોરબીના લાલપર ગામની સીમમાં દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ તાજનળીયાના કારખાના પાસે દારૂ સાથે શબ્બીરહુસેન અલીમહંમદભાઈ પાયક ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-240 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(3)વાંકાનેરના નાગાભાવાજીના મંદિર પાસે દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

વાંકાનેરના નાગાભાવાજીના મંદિર પાસે દારૂના ચપલા સાથે વિજયભાઈ જાનકીદાસ દુધરેજીયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસે વિદેશી દારૂના પાંચ ચપલા કિંમત રૂપિયા 500 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.આરોપી કિશન લુવાણા પાસેથી દારૂના ચપલા મંગાવતા આરોપી કુલદીપસિંહ ઝાલા આપી ગયાની કબુલાત આપતા પોલીસે વિજયને ઝડપી લઈ અન્ય બે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

(4)વાંકાનેરના ભલગામે આવેલ સ્મશાન પાસે જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

વાંકાનેરના ભલગામના સ્મશાન પાસે જુગાર રમતા જયરાજભાઈ વલકુભાઈ ખાચર, ભાવેશભાઈ આપાભાઈ જળુ અને શંભુભાઈ દેસુરભાઈ ગલચર ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સ પાસેથી કુલ રોકડ રૂ.-11,800 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે ત્રણેય શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસે ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW