HomeGujaratજુના અમરાપર પાસે કારની અડફેટે બાઈક લેતા દંપતીનું મોત

જુના અમરાપર પાસે કારની અડફેટે બાઈક લેતા દંપતીનું મોત

હળવદ તાલુકાના જુના અમરાપર પાસે બપોરના સમયે કોઈ કામકાજ આવેલાં દંપતિ હળવદથી બાઈક પર ટીકર પરત ફરતા દંપતીને કારચાલકે અડફેટમાં લીધું હતું જેમાં આ અકસ્માતમાં પતિ પત્નીના મોત નીપજ્યા હતાં બનાવના પગલે લોકોનો ટોળું એકત્ર થઈ ગયું હતું તો સાથે જ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બનાવવાની જાણવા માટે વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમાર કામકાજ માટે હળવદ આવ્યા હતા અને બાઈક લયને ટીકર પરત ફરતી વેળાએ જુના અમરાપર પાસે કાર ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં પતિ પત્નીનું મોત નીપજ્યું હતું બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા તો સાથે પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટના અંગે પોલીસને જાણ કરાઈ હતી તો સાથે જ મૃતક દંપતિને સરકારી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW