(1)માળીયાની માધવ હોટલ પાછળ જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
માળીયામાં આવેલ માધવ હોટલ પાછળ જુગાર રમતા હૈદરભાઈ ખીમાભાઈ માણેક, સલેમાનભાઈ આમદભાઈ જામ, રહેમાનભાઈ દાઉદભાઈ મોવર, અસરફ્ભાઈ અલીયાસભાઈ માલાણી, નુરાલીભાઈ અલીયાસભાઈ માલાણી, અલ્તાફભાઇ અબ્દુલભાઈ માલાણી અને જુમાભાઈ કરીમભાઈ સેડાત નામના સાત શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સ પાસેથી કુલ રૂ.-10,430 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે શખ્સો સામે માળીયા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2)મોરબીના લીલાપર રોડ પાસે દારૂ સાથે શખ્સ પકડાયો
મોરબીના લીલાપર રોડ પાસે આવેલ ફિલ્ટર હાઉસની પાછળ દારૂ સાથે સંજયભાઈ કેશુભાઈ દહેકીયા ને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ પાસેથી મળેલ દેશી દારૂ કુલ રૂ.-180 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(3)મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે યુવાને ઝેરી દવા પી લેતા મોત
મોરબીના પીપળીયા ચાર રસ્તા થી મોટા દહીસરા જતા રોડ ઉપર આવેલ હિતકારી કારખાના સામે ચિરાગકુમાર રમેશભાઇ કાવરે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ડો.નિશાબેન ભીમાણી એ માળીયા પોલીસને જાણ કરી હતી.માળીયા પોલીસે મુત્યુ અંગેની નોધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
(4)વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે કારે બાઈકને હડફેટે લેતા ઈજા
વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે પ્રવિણભાઇ બાબુલાલ કલોલા એ તેનું GJ-36-D-9514 નંબરનું બાઈક લઇ જકાતનાકા પાસેથી પસાર થતા હતા,તે સમયે કોઈ અજાણ્યો શખ્સ તેની GJ-13-CC-0615 નંબરની સ્વિફકાર બાઈક ના પાછળના ભાગે ભટકાઇ જતા સાહેદ કુસુમબેન પડી જતા તેઓને જમણા પગે પેની પાસે ફેકચર જેવી ઇજા પહોચાડી હતી.બાઈક ચાલક પ્રવીણભાઈ એ તે કાર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી આગળની તપાસ શરુ કરી છે.
(5)મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ લાલપર પાસે ડમ્પર ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા વૃદ્ધાનું મોત
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ લાલપર ગામ નજીક જનતા સુપર મોલની સામે કોઈ આરોપીએ તેનું ડમ્પર લાલપર ગામ નજીક મોરબી વાકાનેર ને.હા રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી આગળ જતા કેશવદાસભાઈના GJ-3-KK-8193 નંબરના એઇટી ને પાછળથી હડફેટે લઇ એકસીડન્ટ કરતા કેશવદાસભાઈના માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મરણ જનાર ના દીકરા હર્ષદભાઇએ તે ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

