Sunday, July 7, 2024
HomeGujaratહળવદમાં રેત માફિયાઓ સામે પોલીસની લાલઆંખ

હળવદમાં રેત માફિયાઓ સામે પોલીસની લાલઆંખ

ટીકરથી રેતીચોરી કરતાં ત્રણ ટ્રેક્ટર ઝડપાયા, ચાલકો ઉભી પુંછડીએ ભાગ્યા: ખાણખનીજ વિભાગને મેમો માટે કરાઈ જાણ

હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીના પગલે અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં રેતી ચોરી અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે ફરી એક વખત ટીકર ગામેથી રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટરો હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. હળવદ પોલીસ મથકના પી.એસ.આઇ કે.એચ અંબારિયા પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટીકર પાસે બ્રાહ્મણી નદીમાં દરોડો પાડતા રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. જોકે ટ્રેક્ટર ચાલકો પોલીસને જોઈ જતા ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. પોલીસે ત્રણેય ટ્રેક્ટર હસ્તગત કરી ખાણ ખનીજને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે થોડા સમય પહેલા જ મિયાણી અને ચાડધ્રા પાસેથી હળવદ પીઆઇ આર.ટી વ્યાસ દ્વારા ચાર ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે રેતી ખનન પર પોલીસની સતત કામગીરીથી ખનન માફીયાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,667FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW