મોરબીનાં લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 11 વર્ષ થી ચાલતી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર નામની સંસ્થા સિદ્ધાર્થ જોષી એ પોતાનામાં સમાવી લીધી હોય અને અંધજનોને નજીકથી ઓળખી તેમની સમસ્યાઓ નો ઉકેલ લાવનાર અને અંધજનોના હદયમાં પોતાનું એક અલગ મુકામ બનાવી ચૂકેલ એવા સિદ્ધાર્થ જોષી
છેલ્લા 7 વરસ થી સિદ્ધાર્થ જોષી નો સાથ સંસ્થા ને મળ્યો છે તેમની કાર્યશેલી આગવી સુજબુજ તેમજ દીર્ઘ દ્રષ્ટિ થી સંસ્થાને અને અંધજનોને અલગ મુકામ સુધી પોહચાડ્યા છે આજના સમયમાં કોઇ માટે સમય કાઢવો તે ખુબ અઘરી વાત છે જ્યારે સિદ્ધાર્થભાઈ પોતાનો મોટા ભાગ નો સમય સંસ્થા પાછળ ખર્ચી નેત્રહીનોના વિકાસ પાછળ લગાડે છે. દાખલા તરીકે તાજેતરમા આવેલી અંધજનનાં વાસ્તવિક જીવન ઊપર બનેલી ફિલ્મ Srikanth આવેલી હતી જેને મોરબી શહેર તરફ થી કોઇ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. આ ફિલ્મ તેમણે જોઈ અને મનોમન સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને ફિલ્મ બતાવવાનો સંકલ્પ કર્યો પરંતુ આ ફિલ્મ થોડા જ દિવસ માં સિનેમા મા થી ઉતરી ગયેલ હોય તેમને ખાસ ક્લબ 36 નાં ઓનર રાજુભાઈ સાથે વાત કરી સ્પેશિયલ પ્રજ્ઞાચક્ષુ ઓ માટે આ ફિલ્મ ને મંગાવી અંધજનોને તા.05-06-2024 ના રોજ આ ફિલ્મ બતાવી. અંધજનો પણ ફિલ્મ જોવા માટે આતુર હતા અને ફિલ્મ જોયા બાદ તેમના મુખ ઊપર એક અનેરૂ સ્મિત જોવા મળતુ હતું તેમજ સંસ્થા ના ટ્રસ્ટી તેજશભાઈ બારા તરફ઼ થી અંધ ભાઈ બહેનોને પફ સેન્ડવીચ તેમજ ઠંડા પીણા ની મોજ કરવામા આવી હતી. સાથે સાથે ક્લબ 36 નાં ઓનર રાજુભાઈ તરફ઼ થી ઇન્ટરવેલ મા પોપકોર્ન નો નાસ્તો આપવામાં આવ્યો હતો.

