HomeGujaratમોરબી જીલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જીલ્લા ક્રાઈમ ડાયરી

(1)માળીયાના સરવડ ગામ પાસે દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

માળીયાના સરવડ ગામ થી પીપળીયા ચાર રસ્તા જતા રોડ ઉપર વરદાઇ કારખાના પાસે દેશી દારૂ સાથે રમજાનભાઈ મુરાદભાઈ કટીયા ને પોલીસે પકડી પાડ્યો હતો,તે શખ્સ પાસેથી વેચાણ કરવાના ઈરાદે દેશી દારૂ કુલ રૂ.-160 નો મુદામાલ મળી આવ્યો હતો.પોલીસે તેની પાસે રહેલ મોબાઈલ અને જુદી ચલણી નોટો સહીત કુલ રૂ.-26,640 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે માળીયા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(2)મોરબીના બેલા ગામની સીમમાંથી દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાંથી દારૂ સાથે મામદભાઈ હારૂનભાઈ જામ ને પોલીસે પકડી પાડ્યો હતો,તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-320 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે આરોપી સામે ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી કરી

(3)વાંકાનેરના વિઠ્ઠલપર ગામની સીમ પાસે વૃદ્ધા ની કોહવાઇ લાશ મળી

વાંકાનેરના વિઠ્ઠલપર ગામની સીમ લાકડધાર રોડ પર જીએસઇસીએલ પાવર પ્લાન્ટ પાસે તળાવમાં કોઈ મરણ જનાર વૃદ્ધાની લાશ કોહવાઇ ગયેલ હાલતમાં મળી હતી.જ્યાં લાકડધારમાં રહેતા હીરાભાઇ ધનાભાઇ અણીયારીયા (ઉ.58) નામના વૃદ્ધા ગઈકાલે તા.30ના રોજ ઘરેથી મોટરસાઇકલ લઇને આટો મારવા જવાનું કહીને નીકળ્યા બાદ મોડી રાત સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.બાદમાં વિઠ્ઠલપર ગામના લોકો દ્વારા તેના મોબાઈલ ની મદદ થી તેના પુત્ર દિનેશભાઈ ને જાણ કરી તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

(4)ટંકારાના હડમતીયા પાસે પંચીગ મશીનની પ્લેટમા આવી જતા યુવાનનું મોત

ટંકારાના લજાઈ ગામે હડમતીયા રોડ ઉપર આવેલ પ્રભાત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં શિબાશંકર બીજયકુમાર ટૂંગ કામ કરતા હતા.તે મૂળ ઓરિસ્સાના વતની હતા. શિબાશંકર બીજયકુમાર ટૂંગ ઉ.19 નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો તે વખતે પંચિંગ મશીનની પ્લેટમાં છાતીનો ભાગ આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે આયુષ હોસ્પીટલમા લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના ડો.મિલન મકવાણા એ તેને મરણ જાહેર કર્યો હતો.આ બનાવ અંગે ડો. મિલન મકવાણાએ ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ શરૂ કરી

(5)વાંકાનેરના રાતાવીરડા રોડ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

વાંકાનેરના રાતાવીરડા રોડ શ્રધ્ધા હોટલ પાસે દેશી દારૂ જીલાભાઇ દેવાભાઇ અબાસણીયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-300 મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(6)મોરબીમાં પરણીતા મહિલા સાથે આડા સંબંધ રાખવા અંગે મારામારી

મોરબીના પંચાસર રોડ પાસે નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં વનરાજ નોકરી કરતો હતો.વનરાજ હુંબલ નામના શખ્સે શેઠના પત્ની સાથે આડા સંબંધો રાખ્યાની જાણ શેઠને થઈ જતા નોકરીમાંથી કાઢી મુક્યો હતો.બાદમાં પણ તેને પરણીતા મહિલા સાથે આડા સંબંધ રાખ્યા હતા.બાદમાં પંચાસર રોડ જુના ઉમા હોલની સામે શોપીંગ સેન્ટર પાસે આરોપી વનરાજભાઈ હુંબલ, હુશેનભાઈ અને જગાભાઈ એ તે નરેન્દ્રસિંહ ને ગાળો ભુંડા બોલી લાતો ઢીંકા-પાટુનો માર મારી મુંઢ ઈજા કરી અને વનરાજભાઈ હુંબલે તેને હાથમાં રહેલ લોખંડની ટામી વડે એક ઘા છાતીના ભાગે મારી જાણથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલ એ ત્રણ શખ્સો સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરીયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW