HomeGujaratમોરબીમાં પેઢીના જ કર્મચારીએ પેઢીનું રૂ.1.62 કરોડનું ફૂલેકું ફેરવી નાખ્યું

મોરબીમાં પેઢીના જ કર્મચારીએ પેઢીનું રૂ.1.62 કરોડનું ફૂલેકું ફેરવી નાખ્યું

સૌરાષ્ટ્રની ધરા પર ઈતિહાસમાં એવા લોકો થઇ ગયા હતા જેણે કોઈનું અન્ન ખાધું હોય ત્યારે તેનો અંતિમ શ્વાસ સુધી ઋણ ચુકવતા અને ત્યાં સુધી કે તેમનો જીવ પણ દેતા અચકાતા ન હતા જોકે આજે સ્થિતિ એવી બની ગઈ છે કે લોકો તેના જ અન્ન દાતાને દગો દઈ પીઠમાં છરી ભોક્વતા અચકાતા નથી મોરબીમાં આવી એક ઘટના બની છે. મોરબી શહેર નજીક શનાળા ગામ નજીક શુભમ ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીના કર્મચારીએ અલગ અલગ સમયે તેમજ અલગ અલગ પ્રકારની ગેર રીતી આચરી પેઢીનું રૂ 1.62 કરોડ જેટલી રકમનું ફૂલેકું ફેરવી નાખ્યા હોવાની ઘટના બની છે આ ચકચારી ઘટનાની મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે જેના આધારે એ ડીવીઝન પોલીસે આઈપીસીની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

બનાવની મળતી માહિતી મુજબ બિડિંગ પટ્ટીનો વ્યવસાય કરતા પ્રવીણભાઈ ગોવિંદભાઈ ભોરણીયા નામના ઉદ્યોગકારની પેઢીમાં રૂ 15 હજાર ના પગાર અને નફામાં બે ટકાના ભાગથી કામ કરતા કિશન રમેશભાઈ બરાસરા નામના કર્મચારી પેઢીમાં ખરીદ વેચાણ તેમજ હિસાબ સાંભળવાનું કામ કરતો હતો જોકે આ કર્મચારીને જાણે શોટ કટમાં રૂપિયા કમાઈ લેવા માંગતા હોય તેમ પેઢીના અલગ અલગ ખાતામાંથી ઓનલાઈન અને ચેકથી તેમજ અલગ અલગ ૮ પેઢીના પેમેન્ટ પેઢીમાં જમા કરવાને બદલે પોતાના ખાતામાં જમા કરાવી પેઢી સાથે રૂ 1 62 74 435 જેટલી રકમની ઉચાપત કરી હતી જે અંગે પેઢીના ભાગીદારોને જાણ થતા તેઓએ હિસાબોની ચકાસણી કરી હતી અને સમગ્ર ભાંડો ફૂટતા અંતે તેની સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW