મોરબી શહેરના સામા કાંઠે મચ્છુ નદીના કિનારે બની રહેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં કામ કરતાં શ્રમિકને શોખ લાગતા તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે બી ડિવિઝન પોલીસે એડી નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેરના સામા કાંઠે મચ્છુ નદીના કિનારે બની રહેલા સ્વામિનારાયણ ગુરુકુળના નિર્માણ દિન બાંધકામ માં કામ કરતા શ્રમિકો મોડી સાંજ સુધી કામ કરતા હતા તે દરમિયાન આકસ્મિક રીતે એક શ્રમિકને વીજ શોક લાગ્યો હતો જેથી તેને ગંભીર હાલતમાં મોરબીની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસ ની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી મૃતકનું નામ સલમાન રસુલભાઇ મોવર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું આં અંગે બી ડિવિઝન પોલીસે એડી નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

