HomeGujaratવાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રફાળેશ્વર નજીક ટ્રક ચાલકે 108 સહીત ચાર કારને ઠોકર...

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રફાળેશ્વર નજીક ટ્રક ચાલકે 108 સહીત ચાર કારને ઠોકર મારી ફરાર

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ રફાળેશ્વર નજીક GJ-36-T-2472 નંબરના ટ્રક ચાલક એ પુરઝડપે, ગફલતભરી રીતે અને બેરાકારીપુર્વક રીતે ચલાવી જતો હતો.તે સમયે રફાળેશ્ર્વર મેગ્નમ સિરામીક સામે પરેશભાઇ કાન્તીલાલ ગાંભવા ની બલેનો કાર, જ્યંતીલાલ પોપટભાઇ દેત્રોજા ની હોન્ડા અમેઝ કાર, જયભાઇ ધરમશીભાઇ પનારા ની કીયા સોનેટ કાર ની કારોને એક પછી એક પાછળ થી હડફેડમાં લેતા નાનુ મોટુ નુકશાન કરી બાદમાં સરકારી ટાટા વીંગર GJ-18-GB-2569 નંબરની 108 એમ્બ્યુલન્સ ને ખાલી સાઇડ થી પાછળથી હડફેટમાં લઇ આગળ સુધી પતરાની બોડીમાં બારીમાં ઘોબા ઘસારા તથા લાઇટ તોડી નાંખી નુકશાન કરી પોતાના હવાલાની ટ્રક રોડ ઉપર મૂકી નાસી ગયો હતો.108 એમ્બ્યુલન્સના ડ્રાઈવિંગમાં ફરજ પરના દીપકભાઇ પરબતભાઇ વાંજા એ તે ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW