HomeGujaratટંકારાના હડમતીયા પોસ્ટ ઓફીસના મહિલા પોસ્ટ માસ્તર બે ગ્રાહકના રૂ ૯૯ હજાર...

ટંકારાના હડમતીયા પોસ્ટ ઓફીસના મહિલા પોસ્ટ માસ્તર બે ગ્રાહકના રૂ ૯૯ હજાર ચાઉં કરી ગયા

રાજકોટ પોસ્ટલ ડીવીઝનમાં ફરજ બજાવતા ભાવિન ભરતભાઈ ગોહિલ નામના કર્મચારીને હડમતીયા પોસ્ટ ઓફિસમાં ગેર રીતી અંગેની ફરિયાદ મળી હતી જેના આધારે તેઓ દ્વારા ઇન્ટરનલ તપાસ હાથ ધરી હતી જેમાં ગેર રીતી સામે આવી હતી જેમાં
ટંકારા તાલુકાના હડમતીયા પોસ્ટ ઓફિસમાં સોનલબેન ચિરાગભાઈ ખાખરીયાએ તેમની દીકરી કેવીનાનું કેન્દ્ર સરકારની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી ૨૧૦૦૦ જમા કરાવ્યા તો અને ઉષાબેન હરગોવિંદ વાળા નામના ગ્રાહકે ૦૮-૧૨-૨૦૧૬ માં બચત ખાતું ખોલાવી અલગ અલગ સમયે રૂ ૭૮ હજાર તેમની બચતાના રુપીયા જમા કરાવ્યા હતા જોકે પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા દીપાબેન એમ ત્રિવેદી તેની પોસ્ટ ઓફીસની બ્રાંચ ઓફિસમાં રૂપિયા જમા કરવાને બદલે બારોબાર ઉપાડી લીધા હતા અને તેની પાસબુકમાં બોગસ એન્ટ્રી પાડી ગ્રાહકને ગેર માર્ગે દોર્યા હોવાનું સામે આવતાર રાજકોટ પોસ્ટ ડીવીઝનના ભાવિનભાઈ ગોહીલે ટંકારા પોલીસ મથકમાં સરકારી નાણા ની ઉચાપત અને છેતરપીંડી અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW