HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)વાંકાનેરના જામસર ચોકડી પાસે વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ પકડાયો

વાંકાનેરના જામસર ચોકડી પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો વાસુદેવભાઈ નભુભાઈ વીંઝવાડિયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-430 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો.તે શખ્સ સામે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(2)હળવદના ધ્રાંગધ્રા દરવાજા પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

હળવદના ધ્રાંગધ્રા દરવાજા પાસે વજેરી વાસમાં પોલીસે બાતમીના આધારે રેડ મારતા કિશનભાઈ ઉર્ફે કારિયો પ્રવીણભાઈ બાબરિયાના મકાનમાંથી ઈંગ્લીશ જથ્થો મળી આવ્યો.તે પ્રાપ્ત થયેલ જથ્થા માં ઈંગ્લીશ દારૂ ની બોટલો નંગ-49,વ્હીસ્કી નંગ-15 એમ કુલ રૂ.-18,650 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી

(3)મોરબીના સામપર ગામે દારૂ સાથે મહિલા ઝડપાઈ

મોરબીના સામપર ગામે તળાવ ની પાળ પાસે દારૂ સાથે નીયામતબેન ઓસમાણભાઈ લાખા ને પોલીસે પકડી લીધી.તે મહિલા શખ્સ પાસેથી કુલ રૂ.-160 નો મુદામાલ મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કરી મહિલા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી

(4)હળવદના જુના કીડી ગામે દેશી દારૂ નો જથ્થો સાથે એક શખ્સ ઝડપાયો

હળવદના જુના કીડી ગામની પાછળ આવેલ ખારી નદીના વોંકળામાં દારૂ ના જથ્થા સાથે બાબુભાઈ રાવજીભાઈ ચાવડા નામના શખ્સને પોલિસે પકડી પાડ્યો હતો.તે નદીના વોકળામાંથી દેશી દારૂ જથ્થા અને બાઈક સહીત કુલ રૂ.-13,300 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.સહદેવભાઈ રૂગનાથભાઈ કોળી અને બાબુભાઈ રવજીભાઈ ચાવડા સામે હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

(5)ટંકારામાં ટ્રેકટર ચાલકે 6 વર્ષ ની બાળકીને હડફેટે લેતા મોત

ટંકારાના ઓટાળા ગામની સીમમાં સંજયભાઇ જાલમસિંહ મોહનીયા એ GJ-36-AJ-1073 નંબર નું ટ્રેકટર ફૂલ સ્પીડમાં ચલાવી જતા હતો તે સમયે મુકેશભાઇ નાથાભાઇ ઘોડાસરાની વાડી પાસે તે ટ્રેકટર ચાલકે મધુબેન ઉ.વ.૬ ને હડફેટે લઇ માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી,આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.દીકરીના પિતાએ ટ્રેકટર ચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW